નવી દિલ્હી : અભિનેત્રી પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)એ રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર (The White Tiger)'નું શૂટિંગ આટોપી લીધું છે. આ ફિલ્મ લેખક અરવિંદ અડિગાના બુકર પ્રાઇઝ અવોર્ડ વિજેતા પુસ્તક પર આધારિત છે. દિલ્હીમાં શૂટિંગ કરી રહેલી પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર આ વાતની જાહેરાત કરી છે.
એક્ટ્રેસે લખ્યું છે કે, "ખુશ છું અને થાકેલી પણ, જોકે શૂટિંગ પુરું થયું એટલે ઉત્સાહિત. દરેક વિભાગમાં સર્વશ્રેષ્ઠ ટીમ સાથે કામ કરવાની બહુ મજા આવી. બહુ મહેનતુ ટીમ. બધાનો આભાર. હું ફાઇનલ પ્રોડક્ટ જોવા માટે ઉત્સાહી છું."
બોલિવૂડમાંથી હોલિવૂડમાં(Hollywood) સુપરસ્ટાર બની ચુકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ (Priyanka Chopra Jonas) કોઈ ને કોઈ વાતે સમાચારોમાં ચમકતી રહે છે. હવે તેણે બોલિવૂડના સુપરસ્ટાર કહેવાતા તમામ સ્ટારને ધૂળ ચડાવી દીધી છે. આઈએમડીબી લિસ્ટમાં ભારતીય કલાકારોની યાદીમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસને પ્રથમ સ્થાન મળ્યું છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસને(Priyanka Chopra Jonas) 2019ના ભારતીય ફિલ્મ અને ટીવી શ્રેણીની ટોચની કલાકાર તરીકે આઈએમડીબીમાં(IMDB) સ્થાન આપવામાં આવ્યું છે. યાદીમાં બોલિવૂડનો સલમાન ખાન છઠ્ઠા સ્થાને છે. આઈએમડીબીએ(IMDB) હાલમાં 2019ના ટોચના 10 કલાકારોના નામની યાદી બહાર પાડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Entertainmentના અન્ય સમાચાર માટે ક્લિક કરો આ લિંક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે